27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

વઢવાણા સિંચાઇ કેનાલના કમાન્ડ એરિયાના ખેડૂતોને સિંચાઈ પાણી મેળવવા માટે મારવા પડતા વલખાં

દીર્ઘદ્રષ્ટા સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા સો વર્ષ પૂર્વે ડભોઈ તાલુકાના વઢવાણા ગામે બે કિ.મીના વ્યાસમાં ખેડૂત હિતને ધ્યાનમાં લઈ બનાવેલ વઢવાણા સિંચાઈ તળાવ અને તેની કેનાલો અને શાખા કેનાલો આશરે ૧૧૫થી ૧૨૫ કિ.મી લાંબી જુદા જુદા વિસ્તારોમાં સિંચાઈના હેતુથી બનાવાઈ હતી. જે પૈકી આજે ૪૦ ટકા કેનાલો મૃતપાય અવસ્થામાં છે. કંઈ કેટલી કેનાલો ગટર ગંગામાં ફેરવાઈ ગઈ છે. તો કેટલી કેનાલ ઉપર દબાણ થઈ ચૂક્યા છે.

પરિણામે આવી કેનાલના કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતોને આજે પણ તેનો લાભ મળી શકતો નથી.
વઢવાણા તળાવના વિવિધ ગેટસમાંથી નીકળી આ કેનાલો ૧૧થી ૧૨ જેટલા જુદા જુદા વિસ્તારમાં પથરાયેલી હતી. જે પૈકી આજે કિલોમીટરો સુધી ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડતી પાંચ જેટલી કેનાલો બંધ અવસ્થામાં છે. જે કેનાલો પૈકી કેટલી કેનાલો ગટર ગંગામાં ફેરવાઈ ચૂકી છે. તો કેટલીક કેનાલ ઉપર જમીન માફિયાઓ દ્વારા દબાણ પણ કરી દેવાયા છે. બંધ થયેલ કેનાલો તરફ નજર નાખવા જઈએ તો આશરે ૨૫ વર્ષથી
સમગ્ર તાલુકામાં મૃતપ્રાય બનેલી વિવિધ માઇનોર કેનાલો ડભોઇ તાલુકામાં ગાયકવાડી શાસનની દેણ વઢવાણા સિંચાઇ કેનાલો દેખરેખના અભાવે ગટર ગંગામાં ફેરવાઇ ગઇ છે કજાપુરથી હાંસાપુરા પૂડા આશરે ૭થી ૮ કિ. મી, વેગાથી નડા ફરતીકુઈ જતી ૮થી ૧૦ કિ. મી, મેઘા વાયા ડભોઇ થરવાસા ચોકડીથી વેરાઈ માતા વસાહત તરફ જતી ૭થી ૮ કિ. મી. વઢવાણાથી કરણેટ રોડ નીચે કરણેટના સીમાડે છૂટતી ૪થી ૫ કિ.મી, કુકડ વાયા બોરીયાદથી ધરમપુરી જતી ૫થી ૬ કિ.મીની કેનાલો આજે બિલકુલ મૃતપ્રાય અવસ્થામાં છે. આ પૈકી કેટલીક કેનાલોમાં આજે ડભોઇ નગરપાલિકાના ગટરના પાણી વહેતા જોવા મળે છે. તો કેટલી કેનાલો પર ભૂ-માફિયાઓ દ્વારા દબાણો કરી પૂરી દેવાઇ છે.તાલુકાની ૪૦ ટકા જીવંત પરંતુ મૃતપ્રાય બનેલી કેનાલો
જીવંત જોવા મળતી કેનાલો માત્ર ૬ જ કાર્યરત છે. તેમાં કેટલી કેનાલો આજે જર્જરિત હોય સમારકામ ચાલુ છે. પરંતુ કાર્યરત કેનાલો વિશે જોવા જઈએ તો આશરે વઢવાણાથી ભીમપુરા ૧૦થી ૧૨ કિ.મી, કુકડ બોરીયાદ થઈ આગળ ધપતી કેનાલ ૧૫થી ૧૭ કિ.મી, ડભોઈ ૩ નં. તરસાણા ફાટક ૧૦ કિ.મી અને તેમાંથી નીકળતા વિવિધ પાંખિયા અલગ, વઢવાણા તળાવથી તરસાણા સુધીની કેનાલ ૧૫થી ૧૭ કિ.મી, વઢવાણા તળાવથી ડંગીવાળા વસઈ તરફ જતી કેનાલ ૧૮થી ૨૦ કિ.મી, અને સીમલીયા તરફ જતી ૫થી ૬ કિ.મીની કેનાલો આજે કાર્યરત છે. જે જોતા ગાયકવાડ શાસન દ્વારા પાથરાયેલી કેનાલો પૈકી ૪૦ ટકા ઉપરાંતની કેનાલો આજે મૃતપ્રાય છે.

Related posts

ડભોઇ શહેર ટાવર ચોકમાં ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન

admin

વડોદરા શહેરમાં સાંજે 7:30 થી 8:00 દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં બ્લેક આઉટ કરાયું

admin

પીવાના પાણીની ટાંકીની નજીકમાં જ આધુનિક શૌચાલયને લઇને જન આક્રોશ

admin

Leave a Comment