ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં દેશના ગૃહમંત્રી દ્વારા દેશભરમાં બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે શહેરમાં સાંજે 7:30થી 8:00 દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં બ્લેક આઉટ કરાયું હતું
બુધવારે મોડી રાત્રે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય ત્રણેય સેનાના સંકલન સાથે રાત્રે 1:05 થી 1:30 દરમિયાન માત્ર 25 મિનિટમાં આતંકવાદી 9 ટાર્ગેટ ને ભારતીય સીમામાં રહીને એરસ્ટ્રાઇક થી તબાહ કરી દીધું હતું જેથી આતંકવાદીઓ અને તેના આકા પાકિસ્તાન ને ફાળ પડી છે દેશ દુનિયામાં ભારતને આતંકવાદ વિરુદ્ધ સમર્થન મળતા પાકિસ્તાન એકલવાયું પડ્યું છે અને આ રઘવાટ તેનાથી સહન નથી થ ઇ રહ્યો કારણ કે છેલ્લા પંદર દિવસથી પાકિસ્તાન યુધ્ધના ઉન્માદમાં ભારતને એટમિક ધમકીઓ આપી પોતાની સેના બોર્ડર પર કેટલી સતર્ક છે તે પ્રોપોગેડા ચલાવી રહ્યું હતું જેની હવા ભારતે કાઢી નાખી છે ત્યારે પાકિસ્તાન પર ભરોસો કરી શકાય તેમ નથી ત્યારે તમામ શક્યતાઓ ને જોતા દેશના નાગરિકોની સુરક્ષા, ઇમરજન્સી સમયે નાગરિકોએ કેવી રીતે સ્વબચાવ કરવો, દુશ્મનોના બોંબ મારાથી બચવા બ્લક આઉટ કરવું તે માટે દેશભરમાં મોકડ્રીલ અને બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું ત્યારે વડોદરા શહેરમાં સ્ટ્રીટ લાઈટ સાથે જ લોકોએ સ્વૈચ્છિક રીતે લાઇટો બંધ કરી હતી તો શહેરના ગાંધીનગર ગૃહ પાસે કેટલાક દેશભક્ત યુવકોએ વાહનચાલકોને બ્લેક આઉટ દરમિયાન વાહનોની લાઇટો બંધ કરાવી હતી

