33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
પાદરાવડોદરા જિલ્લો

પાદરાના પાટોદ ગામે ખેડૂતોને ધમકી અને પાક નુકસાનના આક્ષેપો, એસપી–આઈજીને આવેદનપત્ર

વડોદરા: પાદરા તાલુકાના પાટોદ ગામે ખેતી કરતા પઢિયાર પીયુષકુમાર અને ઐયુબભાઈ સહિત તેમના પરિવારજનોને માથાભારે તત્વો દ્વારા જમીનના પાકને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાના તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે વડોદરા શહેરની જૂની કલેક્ટર કચેરી ખાતે એસપી અને આઈજી કચેરીમાં આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.

અરજદારોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ મામલે પાદરાના પી.આઈ દ્વારા સમાધાન કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે, તેમજ નહીં માનવામાં આવે તો ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઘટનાઓને પગલે અરજદારો અને તેમના પરિવારજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.

અરજદારો દ્વારા એસપી અને આઈજીને લેખિત રજૂઆત કરી સમગ્ર મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવા, દોષિત તત્વો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવા તેમજ પોતાને પૂરતી સુરક્ષા પૂરી પાડવાની માંગ કરવામાં આવી છે.

અંતે અરજદારોએ આશા વ્યક્ત કરી છે કે જિલ્લા વહીવટીતંત્ર આ ગંભીર મુદ્દે તાત્કાલિક ધ્યાન આપીને તેમને ન્યાય અપાવશે.

Related posts

વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં કિન્નર સમાજના મંદિરના 9મા પાટોત્સવ નિમિત્તે સુંદરકાંડના પાઠનું આયોજન

admin

ડભોઇ તાલુકાના વેગા પ્રાથમિક શાળાના પટાંગણમાં આઈ.સી.ડી.એસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ 2024 અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ….

admin

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી વિબગ્યોર સ્કૂલના વાલીઓની ફરી એકવાર DEO સમક્ષ રજૂઆત

admin

Leave a Comment