40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ શહેર ટાવર ચોકમાં ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન

ડભોઇ શહેર ટાવર ચોકમાં આજથી ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં અમારું સદસ્યતા અભિયાન સર્વસ્પર્શીય અને સર્વનો સમાવેશી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મહજ એક અંક નથી વિચારધારાના વાહક છે: ધારાસભ્ય શૈલેષ મહેતા…
દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી દ્વારા 2 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયો છે. ત્યારે આજરોજ ડભોઇ વિધાનસભા ક્ષેત્રના ડભોઇ શહેર ટાવર ચોક ખાતેથી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા અને ઉપસ્થિતિમાં અને ભાજપના આગેવાનોની હાજરીમાં સદસ્યતા અભિયાન શરૂઆત કરવામાં આવી છે તેમાં ધારાસભ્ય શ્રી એ જણાવ્યું હતું કે સૌપ્રથમ સભ્ય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે. આ અભિયાનનું લક્ષ્ય વર્ષ 2014ની જેમ ભારતીય જનતા પાર્ટીને વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી બનાવવાનું છે. આ અભિયાનનું લક્ષ્ય સર્વસ્પર્શી અને સર્વસમાવેશી છે.આજે આપણાં ભારત દેશમાં 1,500થી વધુ રાજકીય પક્ષો છે. પરંતુ કોઈ પણ એવી પાર્ટી નથી, જે લોકતાંત્રિક પદ્ધતિઓથી વિશ્વાસ અને ખુલ્લાપણની સાથે દર 6 વર્ષ પછી અભિયાન ચલાવતા હોય. આ વાત જગ જાહેર છે કે એક સમયે ભારતીય જનતા પાર્ટીમાં બે સભ્ય હતા અને આજનો એક સમય છે જ્યારે ભાજપા પાર્ટી ભારત જ રહી દુનિયામાં સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી છે. જેને પોતાના સંઘર્ષના દિવસોમાં અનેક તકલીફો, પડકારો, અનેક હાર, અનેક પરાજય જોઈ છે. આ અભિયાન પૂર્ણ થશે પછી નવું સંગઠન બનશે અને આજથી ટાવર ચોક ખાતેથી સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એટલા માટે જરૂરી છે કે આપણે સૌ દરેક ગામ દરેક ઘર અને શહેર તાલુકા માં જઈને ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર કરીએ. જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહાન ભારત અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થઈ શકે… આ પ્રસંગે મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકીનગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ શહેર ભાજપ પ્રમુખ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ અમિતભાઈ સોલંકી ગુજરાત પ્રદેશ સમિતિના સદસ્ય શહેરના ભાજપના આગેવાનો સદસ્યો વિગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા…

Related posts

ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે 79 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી

admin

ડભોઈમાં રાણા સમાજ દ્વારા મા ખોડિયાર જયંતીની ભવ્ય શોભાયાત્રા કાઢી ધામધૂમથી ઉજવણી કરાઈ

admin

રાજ્યના ડીજીપીના આદેશ બાદ વડોદરા શહેર પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું

admin

Leave a Comment