27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી ગ્રામ પંચાયતનો “ભૂંડો મુક્ત” ઠરાવ કાગળ પૂરતો? ગામમાં ફરી રહ્યા છે ભૂંડા, ગ્રામજનોમાં રોષ

નસવાડી, તા.— 26 જાન્યુઆરીના રોજ નસવાડી ગ્રામ પંચાયત દ્વારા ગામને “ભૂંડો મુક્ત” બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હોવાનું જાહેર કરાયું હતું. જોકે વર્તમાન પરિસ્થિતિ આ દાવાને ખોટો સાબિત કરતી નજરે પડે છે. ગામની ગલીઓ અને રહેણાંક વિસ્તારોમાં હજુ પણ ભૂંડા ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ ભૂંડાના ઉપદ્રવથી લોકો ભારે પરેશાન છે. ખાસ કરીને નાના બાળકોની સુરક્ષા અંગે માતા-પિતામાં ભય ફેલાયો છે. એક વાલીએ જણાવ્યું કે, “બાળકોને એકલા બહાર મોકલતા ડર લાગે છે. ક્યારેક ભૂંડા અચાનક દોડી આવે છે.”

ગ્રામજનોનો આક્ષેપ છે કે ઠરાવ બાદ શરૂઆતમાં થોડા દિવસ કાર્યવાહી થતી દેખાઈ હતી, પરંતુ બાદમાં સ્થિતિ ફરી યથાવત બની ગઈ છે. આ સાથે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો પણ ઊભા થયા છે, કારણ કે ભૂંડાના કારણે ગંદકી અને દુર્ગંધની સમસ્યા વધી રહી છે.

ગામલોકો હવે પંચાયત પાસે તાત્કાલિક અને કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. તેમાં ભૂંડા પકડવાની નિયમિત કામગીરી, માલિકો સામે દંડાત્મક કાર્યવાહી તેમજ સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવાની માંગ સામેલ છે.

હવે જોવાનું રહ્યું છે કે ગ્રામ પંચાયત આ ગંભીર મુદ્દે શું પગલાં ભરે છે અને ગામને વાસ્તવમાં “ભૂંડો મુક્ત” બનાવવાનો દાવો ક્યારે હકીકત બનશે.

Related posts

છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5ના એક ઉમેદવાર એક મત થી વિજેતા બનતા પાલિકા ચુંટણીમાં ઇતિહાસ રચાયો

admin

અલગ અલગ વિસ્તારોમાં ઉનાળા દરમિયાન વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા

admin

વડોદરાના વાઘોડિયા રોડ પર રિવોલ્વર સાથે છોટાઉદેપુરનો યુવક ઝડપાયો

admin

Leave a Comment