27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇમાં શ્રી હરિ હોસ્પિટલ ખાતે મહિલાની પેટમાંથી ૧૦ કિલોની અંડાશયની ગાંઠ સફળતાપૂર્વક દૂર

ડભોઇ ખાતે આવેલ શ્રી હરિ હોસ્પિટલ ખાતે નવ માસ થી પીડિત મહિલાને પેટમાંથી અંડાશયની 10 કિલો ની આશરે ગાંઠ નું ડોક્ટર સેજલ કુમાર ચાવડા દ્વારા સફર ઓપરેશન કરી પેટમાંથી ગાંઠ કાઢવામાં આવી હતી.

ડભોઇ શહેરના વેગા વાડીઓ ખાતે રહેતા મંજુલાબેન શંકરભાઈ સોલંકી ઉંમર વર્ષ ૪૦ ને છેલ્લા નવ માસથી પેટમાં દુખાવો હોય પેટ ફૂલી જવાના કારણે ઘણી બધી જગ્યાઓ પર મહિલા એ ઈલાજ કરાવ્યો હતો.

ત્યારબાદ સારવાર માટે શ્રી હરિ હોસ્પિટલ ગાયનેક લોજિસ્ટ ડોક્ટર સેજલ ચાવડા હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ થયા ત્યારબાદ પેટની તકલીફ માટેના વિવિધ રિપોર્ટો કરાવ્યા બાદ પેટમાં અંડાશયની ગાંઠ હોવાનું માલુમ પડતાં તેનો સફળ ઓપરેશન ડોક્ટર સેજલ ચાવડા ડોક્ટર બિંદિયા ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું
જેમાં પેટમાંથી ૧૦ કિલોની અંડાશયની ગાંઠ કાઢવામાં આવી હતી છેલ્લા 9 માસથી પેટના દુખાવાથી પીડીત મહિલાએ ડોક્ટર સહિત હોસ્પિટલના સ્ટાફ નો આભાર માન્યો હતો

Related posts

પૂર્વાંચલ લોક હિત મંડળ વડોદરા દ્વારા વડોદરા શહેરના બાપોદ તળાવ ખાતે છઠ પૂજા નું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરા શહેરના લાલબાગ બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી એક કારમાં આકસ્મિક આગ લાગતા દોડધામ મચી

admin

પાલિકા યુપીવાળી કરવાના મૂડમાં મુખ્ય આરોપી મુન્ના બનજારા અને અાફતાબ બનજારાના મકાન ગેરકાયદેસર હોવાની નોટિસ અપાઈ

admin

Leave a Comment