27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ તાલુકાના અરણીયા ગામે જર્જરિત ઘરનાળું અને તૂટેલા રસ્તાથી ગ્રામજનો પરેશાન

ડભોઈ તાલુકાના અરણીયા ગામનો મુખ્ય માર્ગ મૃત્યુઘંટ સમાન: જર્જરિત ઘરનાળું અને તૂટેલા રસ્તાથી ગ્રામજ મુસીબતનો સામનો કરી રહ્યા છે.

ડભોઈ તાલુકાના અંતરિયાળ વિસ્તારોના વિકાસની વાતો માત્ર કાગળ પર હોય તેવું ચિત્ર અરણીયા ગામના માર્ગ પર જોવા મળી રહ્યું છે. અરણીયા ગામને જોડતા મુખ્ય માર્ગ પર આવેલું ઘરનાળું (નારુ) અત્યંત ગંભીર હાલતમાં છે. એક તરફથી નારુ સંપૂર્ણપણે બેસી ગયું છે, તો બીજી તરફ વરસાદ કે અન્ય કારણોસર રોડનું ધોવાણ થયા બાદ આજદિન સુધી તેનું સમારકામ કરવામાં આવ્યું નથી.

​તંત્રની ઘોર બેદરકારી સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે આ રસ્તા અને નાળાની હાલત જોઈને સ્પષ્ટ જણાય છે કે કોઈ પણ જવાબદાર અધિકારીએ લાંબા સમયથી આ વિસ્તારની મુલાકાત લીધી નથી. નિયમ મુજબ અંતરિયાળ ગામોમાં અધિકારીઓની વિઝિટ સમયાંતરે થવી જોઈએ, પરંતુ અહીં સ્થિતિ તદ્દન વિપરીત છે. એવું લાગી રહ્યું છે કે અધિકારીઓ પોતાની એસી ઓફિસો છોડીને જમીની હકીકત તપાસવાની તસ્દી લેતા નથી.
નાળાનું જોખમ એક બાજુથી નારુ બેસી ગયું હોવાથી ભારે વાહનો તો ઠીક, પદયાત્રીઓ માટે પણ પસાર થવું જોખમી બન્યું છે.
​રોડનું ધોવાણ: રસ્તો ધોવાઈ ગયા બાદ માત્ર થીગડા મારવા કે નવો રોડ બનાવવાની તસ્દી લેવાઈ નથી, જેના કારણે વાહનચાલકોના વાહનોને નુકસાન થઈ રહ્યું છે રજૂઆતોનું પરિણામ શૂન્ય: ગ્રામજનો દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રા માં હોય તેમ કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી.
​શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે ગ્રામજનોમાં રોષ છે કે શું તંત્ર ત્યારે જ જાગશે જ્યારે કોઈ અકસ્માતમાં કોઈનો જીવ જશે શું કોઈ મોટી હોનારત થયા પછી જ રિપેરિંગ કામ શરૂ કરવામાં આવશો અરણીયા ગામના રહીશો અને વાહનચાલકોની એક જ માંગ છે કે વહેલી તકે આ ઘરનાળાનું નવું નિર્માણ કરવામાં આવે અને તૂટેલા રસ્તાને પાકો બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

Related posts

જાણીતા ઉદ્યોગપતિ સીપી કન્નન દ્રારા બાળકોને નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું.

admin

બાપોદના વુડાના મકાનમાં મહેફિલ થઈ હોવાનો વિડીયો વાયરલના થતાં કાર્યવાહી

admin

વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા મોડિફાઈડ સાયલન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો

admin

Leave a Comment