વડોદરામાં ઘોંઘાટ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.ટ્રાફિક પોલીસ દ્વારા 108 મોડિફાઈડ સાયલન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના માર્ગો પર બિનજરૂરી ઘોંઘાટ ફેલાવી પરેશાની ઊભી કરનારા બાઈકચાલકો સામે વડોદરા પોલીસે આકરો સંદેશો પાઠવ્યો છે. નાગરિકોની શાંતિ અને કાયદાના પાલનને સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ટ્રાફિક પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે આજે ૧૦૮ મોડિફાઈડ સાયલન્સરોનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો.આ કાર્યવાહી નામદાર કોર્ટની મંજૂરી મળ્યા બાદ કરવામાં આવી હતી.વડોદરા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી મોડિફાઈડ સાયલન્સર લગાવીને ઘોંઘાટ કરતા વાહનચાલકો વિરુદ્ધ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન પકડાયેલા અને મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન કરતા ૧૦૮ જેટલા ઇન્દોરી અને પંજાબી પ્રકારના મોડિફાઈડ સાયલન્સરોને જપ્ત કરવામાં આવ્યા હતા.જેનો આજે નાશ કરવામાં આવ્યો હતો.

