30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઈતિહાસમાં નોંધાયો નવો વિશ્વ રેકોર્ડ : 15,000 બાળકોએ સંસ્કૃત શ્લોકોનું સામૂહિક કંઠસ્થ મુખપાઠ કર્યું

ઈતિહાસના પાને આજે એક દિવ્ય અને ગૌરવભર્યો અધ્યાય ઉમેરાયો છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જન્મોત્સવ નિમિત્તે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં 15,000થી વધુ બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનું સંપૂર્ણ કંઠસ્થ સામૂહિક મુખપાઠ કરી વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો.

આ ઐતિહાસિક પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી મોહન યાદવ સહિત અનેક પ્રતિષ્ઠિત એનઆરઆઈ મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમ ઈંગ્લેન્ડથી આવી હતી અને અધિકારીઓ દ્વારા આ સિદ્ધિને સત્તાવાર માન્યતા આપી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિશેષ વાત એ રહી કે આ 15,000 બાળકોમાંથી 3,000થી વધુ બાળકોને ગુજરાતી ભાષા આવડતી નથી, તેમ છતાં તેમણે સંસ્કૃત શ્લોકોનું સંપૂર્ણ કંઠસ્થ પાઠ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

જન્મોત્સવના આ ભવ્ય કાર્યક્રમમાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને ભક્તોની વિશાળ જનમેદની ઉમટી હતી, જેના કારણે સમગ્ર માહોલ ભક્તિભાવ અને ગૌરવથી છલકાઈ ગયો હતો.

Related posts

બિયું પરમિશન ઓકે હોવા છતાં શાળાની એક બાજુનું ભાગ કેવી રીતે ધરાશાહી થતું આ અંગેની તપાસ ડીડીઓ પણ કરશે..તો પછી બિયુ પરમિશન આપવામાં શું ગેરનીતિ થઈ છે?

admin

ધાડણકર પરિવાર દ્વારા ૧૫૦ વર્ષ જૂની શ્રીજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવે છે.

admin

વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે ૭૬માં પ્રજાસત્તાક દિનની ઉજવણી

admin

Leave a Comment