35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી લાધારામ સ્કૂલમાં વાર્ષિકોત્સવ ઉજવાયો, વિદ્યાર્થીઓની વિવિધ કૃતિઓએ મંત્રમુગ્ધ કર્યા

વડોદરા ખાતે આવેલી શ્રી લાધારામ સ્કૂલમાં ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રાર્થના, મોબાઈલના દુષ્પરિણામ વિષયક નૃત્ય તેમજ સ્ત્રી સશક્તિકરણ આધારિત નાટક સહિત અનેક રંગીન અને વિચારપ્રેરક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

કાર્યક્રમમાં હાજર રહેલા વાલીઓએ વિદ્યાર્થીઓના ઉત્સાહને વધાવ્યો હતો અને તેમની પ્રતિભાને બિરદાવ્યા હતા. વાર્ષિકોત્સવના આ ખાસ પ્રસંગે ગઝલકાર શ્રી શબ્બીર ગુલાબી, શિફા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન હુસેન શેખ ઉર્ફ જોનીભાઈ, યુંમા ટેલિવિઝનના અધ્યક્ષ શ્રી સંજયભાઈ, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રીમતી રાજલક્ષ્મી ડામોર, આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ભાવના પરમાર, આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સંસ્થાની લેડી પ્રેસિડેન્ટ શ્રીમતી વિભાવરી લેલે તેમજ અખિલ ભારતીય સેવા દળના પ્રજ્ઞાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ગયા વર્ષના એકેડમિક ટોપર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અંતે શાળાના આચાર્યા શ્રીમતી શિલા પાંડે દ્વારા કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા અને વાર્ષિકોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું.

Related posts

વડોદરાના તાંદલજા વિસ્તારમાંથી ઝડપાયેલ હાઈબ્રીડ ગાંજાનો મામલો

admin

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનાં રાણીયા અને મોકસી ગામે સબસેન્ટર લોકાર્પણ

admin

વડોદરામાં ૧૨ ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળને ટેકો, કામદાર–ખેડૂત મહારેલીનું આહ્વાન

admin

Leave a Comment