Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ૧૨ ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળને ટેકો, કામદાર–ખેડૂત મહારેલીનું આહ્વાન

વડોદરામાં કામદાર, ખેડૂત અને મહિલાઓના હક્કોને લઈને ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ દેશવ્યાપી હડતાળને ટેકો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સંયુક્ત ટ્રેડ યુનિયન અને કિસાન મોરચા દ્વારા કેન્દ્ર સરકારના ચાર લેબર કોડ, ઇલેક્ટ્રીસીટી કાયદો, સ્માર્ટ મીટર યોજના તથા અમેરિકા–ભારત ટ્રેડ ડીલના વિરોધમાં આ આંદોલન યોજાશે.

આ સંદર્ભે સાંજે ચાર વાગ્યે બદામડી બાગ ચાર રસ્તાથી ગાંધીનગર ગૃહ સુધી મહારેલી કાઢવામાં આવશે. જેમાં સંગઠીત અને અસંગઠીત ક્ષેત્રના કામદારો, મહિલાઓ તથા ખેડૂતોને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી છે.

આયોજકોનું કહેવું છે કે આ કાયદા અને નીતિઓથી રોજગાર સુરક્ષા, વેતન અને કામદારોના અધિકારો પર ગંભીર અસર પડશે. તેથી તમામ વર્ગોને એકજૂટ થઈ પોતાના હક્કો માટે અવાજ ઉઠાવવાની જરૂર છે તેમ તેમણે જણાવ્યું હતું.

Related posts

પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતીઓને અકસ્માત નડ્યો

admin

ડભોઇમાં આગામી તહેવારોને લઈ પોલીસ પ્રશાસન સતર્ક, હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ સાથે યોજાઈ શાંતિ સમિતિની બેઠક

admin

યાકુતપુરા સ્થિત MES બોયઝ સ્કુલ ખાતે વિદ્યાર્થીઓની સુરક્ષા-યોગ્ય લાયકાત વિનાના શિક્ષકો અને કોમ્પ્યુટર લેબનો અભાવ ના કારણે જિલ્લા શિક્ષણાધિકારી આર.આર.વ્યાસે પ્રતિક્રીયા આપી.

admin

Leave a Comment