વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ 2026–27 માટેનું ડ્રાફ્ટ તથા રિવાઇઝ્ડ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુએ સ્થાયી સમિતિ સમક્ષ કુલ રૂ. 7609.63 કરોડનું બજેટ રજૂ કર્યું હતું.
આ બજેટમાં રોડ–રસ્તા, પાણી પુરવઠો, ગટર, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, બ્રિજ સહિતના અનેક વિકાસપ્રોજેક્ટોને મહત્વ આપવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
આવનારી કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટમાં કોઈપણ પ્રકારનો કરદર વધારો કરવામાં આવ્યો નથી. નાગરિકો પર વધારાનો આર્થિક બોજ ન આવે તે માટે કરદર યથાવત રાખવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયેલ ડ્રાફ્ટ બજેટ પર હવે સ્થાયી સમિતિમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ તેને સામાન્ય સભા સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.
સ્થાયી સમિતિના સભ્યો સાથે મ્યુનિસિપલ કમિશનર તથા વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજાઈ, જેમાં બજેટ અંગે ચર્ચા કરવામાં આવી. આ ચર્ચા બાદ મીડિયાને પણ માહિતી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

