33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકામાં વીરપ્પનો’નો આતંક: પર્યાવરણના ભોગે કોલસા પાડવાનું મોટું કૌભાંડ

ડભોઇ એક તરફ સરકાર ‘વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો’ના મસમોટા બોર્ડ લગાવી રહી છે, ત્યારે બીજી તરફ ડભોઇ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં વન વિભાગની રહેમનજર હેઠળ હજારો વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. ડભોઇ તાલુકાના અનેક ગામડાઓમાં વગર પરવાનગીએ બાવળના ઝાડો કાપીને તેમાંથી કોલસા પાડવાનું લાખો રૂપિયાનું કાળું કૌભાંડ ફૂલ્યુંફાલ્યું છે.ગરીબોની રોજગારી પર તરાપ
​સ્થાનિક ગામડાઓમાં વર્ષોથી ઉછરેલા દેશી બાવળ માત્ર પર્યાવરણ માટે જ નહીં, પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે રોજગારીનું સાધન પણ છે.

બાવળના દાંતણ અને ગુંદર વેચીને અનેક પરિવારો પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ, આધુનિક ‘વીરપ્પન’ જેવા ભૂમાફિયાઓ રાતોરાત આ ઝાડો કાપી, તેને જમીનમાં દાટી કોલસા બનાવી લાખોની કમાણી કરી રહ્યા છે.તંત્રની સૂચક ચુપકીદી પર સવાલોઆટલા મોટા પાયે લાકડાનું કટીંગ અને કોલસાની ભઠ્ઠીઓ ધમધમતી હોવા છતાં ડભોઇના જવાબદાર અધિકારીઓ અને વન વિભાગ કેમ મૌન સેવી રહ્યા છે? શું અધિકારીઓની મિલીભગતથી જ આ જંગલોનો સફાયો થઈ રહ્યો છે?
​ગેરકાયદેસર પ્રવૃત્તિ: પરવાનગી વગર લાકડા કટીંગ અને કોલસા ઉત્પાદન.​પર્યાવરણને નુકસાન: આડેધડ જંગલો કપાતા જમીન ધોવાણ અને ગરમીનું જોખમ.
​માગણી: સ્થાનિકોની માગ છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરે.
​હવે શું ડભોઇનું વન વિભાગ જાગશે? કે પછી ગરીબ પરિવારોની રોજગારી છીનવાતી રહેશે અને જંગલોના નામે માત્ર ઉજ્જડ જમીન જ બાકી રહેશે?

https://youtu.be/x1gUFS5tjCQ

Related posts

કાયાપલટ નેચરોપેથી આધારિત માટી માંથી બનાવેલ હેલ્થ અને બ્યૂટી પ્રોડક્ટનું સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

admin

ગાર્ડનમાં પ્રવેશ માટે ફરજિયાત રજિસ્ટ્રેશનના નિર્ણય પાછો ખેચી લેવાની મોર્નિંગ વૉકર્સની માંગ

admin

વરસાદ પહેલા જ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ભુવો

admin

Leave a Comment