Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલી તાલુકામાં યુવકનો કરુણ આપઘા-ત, વિસ્તારમાં શોક

સાવલી તાલુકાના નટવરનગર ગામમાં 24 વર્ષીય યુવક દ્વારા જીવન ટૂંકાવવાની કરુણ ઘટના સામે આવી છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક યુવકનું નામ કૌશિકભાઈ કિશોરસિંહ છાસટીયા હોવાનું જાણવા મળ્યું છે. જણાવવામાં આવે છે કે પાવાગઢ જવા મુદ્દે પત્ની સાથે મનદુઃખ થયા બાદ તેઓ ઘરેથી નીકળી ગયા હતા.

પછી ગણપતભાઈ કનુભાઈ વાઘેલાના ખેતરમાં યુવક ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને પરિવારજનો દોડી આવ્યા હતા.

ભાદરવા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.

Related posts

મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ

admin

વડોદરા શહેરમાં આવેલ માંજલપુર સ્મશાનની દયનીય હાલત સામે રોષ

admin

વડોદરા શહેરના અમદાવાદી પોળ વિસ્તારમાં દિનદહાડે બની ચેન સ્નેચિંગની ઘટના

admin

Leave a Comment