વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા ભારત તરફથી કેન્સર જાગૃતતા કાર્યક્રમનું આયોજન લુધારામ ઇંગ્લિશ શાળામાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો અને સમયસર તપાસ તથા સારવારનું મહત્વ સમજાવવાનો હતો.
આ આયોજનને સફળ બનાવવા માટે લુધારામ ઇંગ્લિશ શાળાની પ્રિન્સિપાલ પંડ્યા મેડમ, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા ભારતના રાષ્ટ્રીય પ્રભારી ફિરોઝભાઈ મેમણ, બરોડા પ્રમુખ મુશીરા બાકી તેમજ જોનીભાઈનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો.સૌના સંયુક્ત પ્રયત્નોથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને ઉપસ્થિત લોકોને કેન્સરથી બચાવ, જાગૃતિ અને સમયસર સારવાર અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી.

