36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે રેન્જ રોવર ડિવાઈડર કૂદીને સિગ્નલ પોલમાં અથડાઈ

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ટાવર ચાર રસ્તા પર ઝુબેલીબાગ તરફથી રાવપુરા તરફ જઈ રહેલી એક વૈભવી રેન્જ રોવર કાર ભયાનક અકસ્માતનો ભોગ બની હતી. કારચાલકે બેફામ ગતિએ વાહન ચલાવતા ડિવાઈડર કૂદી ટ્રાફિક સિગ્નલ પોલ સાથે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કારનું એક ટાયર નીકળી ગયું હતું અને એરબેગ પણ ખુલ્લી પડી ગઈ હતી.

અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના ગુનામાં તાત્કાલિક ફરિયાદ નોંધી હતી. સાથે જ ટ્રાફિક સિગ્નલને થયેલા નુકસાન અંગે પણ અલગથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ટક્કરના કારણે આખો સિગ્નલ પોલ ઊખડી ગયો હતો અને કારની દિશા પણ બદલાઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ રેન્જ રોવર કાર એક વર્ષ અગાઉ વેચાઈ ચૂકી હતી. વેચાણના દસ્તાવેજોના આધારે હાલ કારચાલકની શોધખોળ ચાલી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે ચાલક નશાની હાલતમાં હતો કે નહીં, કારની ઝડપ કેટલી હતી અને અકસ્માત કયા કારણોસર થયો. હાલ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના ગુનામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ ભ્રમની સ્ટારકાસ્ટ વડોદરાની મહેમાન બની

admin

કર્મચારીના નામે બોગસ કંપની ઉભી કરી ઓનલાઇન ટાસ્કનું કહી લોકોને ફસાવતી ગેંગના વધુ એક સાગરીતને સાયબર સેલે ઝડપી પાડયો

admin

છોટાઉદેપુર તાલુકાના ઝેર નાની સિંચાઈ તળાવના યોજનાનું મરામત તથા મજબૂતીકરણની કામગીરીનું ખાતમુહૂર્ત લોકસભાના સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

admin

Leave a Comment