સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ ભ્રમની સ્ટારકાસ્ટ વડોદરાની મહેમાન બની હતી.તેણીએ ફિલ્મ વિશે રસપ્રદ વાતો જણાવી હતી.
મર્ડર મિસ્ટ્રી દર્શાવતીસાઈકોલોજિકલ અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ભ્રમ 23મી મે, 2025થી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.હું ઈકબાલ ફિલ્મના મેકર્સ દ્વારા ભ્રમ ફિલ્મ રજૂ કરવામાં આવી છે,જે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર પલ્લવ પરીખ દ્વારા નિર્દેશિત તથા લેખિત છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં આ ફિલ્મ એક ગેમચેન્જર સાબિત થશે તે તો નક્કી જ છે.આ સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મની સ્ટારકાસ્ટ મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોની વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ અંગે મજાની વાતો શેર કરી હતી.ગુજરાતી સિનેમામાં આ પ્રકારની થ્રિલર ફિલ્મ હજી સુધી આવી નથી. પરંતુ આ ફિલ્મ એક બેન્ચમાર્ક સેટ કરશે.હું ઇકબાલ ફિલ્મના નિર્માતા સિટીશોર.ટીવી દ્વારા જ આ ફિલ્મ પ્રોડ્યુસ કરાઈ છે. ફિલ્મનું તાજેતરમાં જ લોન્ચ કરાયેલ ટાઇટલ સોન્ગ તારી હકીકત દર્શકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે.મૂળ વડોદરાના અને વર્સેટાઈલ અભિનેત્રી સોનાલી લેલે દેસાઈ જણાવે છે કે, આ ફિલ્મમાં માયાનું પાત્ર નિભાવવું ખૂબ જ વિશેષ અનુભવ રહ્યો. એક એવી સ્ત્રી જે ડિમેન્શિયા જેવી બીમારીથી જૂઝે છે અને છતાં પોતાનું સત્ય શોધવા લડે છે એવું પાત્ર ભજવવું એ લાગણીસભર અને ચેલેન્જિંગ હતું.આ ફિલ્મ દર્શકોને એક અલગ જ રીતે સ્પર્શશે.

