આતંકી હુમલાની ઘટના બાદ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં છે ત્યારે સયાજીગંજ પોલીસ દ્વારા સેવન સીઝ મોલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાબાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સહિત પોલીસ તંત્ર એક્શન મોડ માં આવી ગયું છે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પણ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું ફતેગં વિસ્તારમાં આવેલા સેવન સીઝ મોલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું આ ચેકિંગની કાર્યવાહીમાં એસીપી ડિવિઝનના ડીજે ચાવડા સયાજીગંજ પીઆઇ સહિત સ્ટાફ હાજર રહ્યો હતો મોલમાં સીસીટીવી ફૂડ લાઇસન્સ તથા સિનેમા મનોરંજન લાયસન્સ ચેક કરવામાં આવ્યું હતું.

