Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે રેન્જ રોવર ડિવાઈડર કૂદીને સિગ્નલ પોલમાં અથડાઈ

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ટાવર ચાર રસ્તા પર ઝુબેલીબાગ તરફથી રાવપુરા તરફ જઈ રહેલી એક વૈભવી રેન્જ રોવર કાર ભયાનક અકસ્માતનો ભોગ બની હતી. કારચાલકે બેફામ ગતિએ વાહન ચલાવતા ડિવાઈડર કૂદી ટ્રાફિક સિગ્નલ પોલ સાથે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કારનું એક ટાયર નીકળી ગયું હતું અને એરબેગ પણ ખુલ્લી પડી ગઈ હતી.

અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના ગુનામાં તાત્કાલિક ફરિયાદ નોંધી હતી. સાથે જ ટ્રાફિક સિગ્નલને થયેલા નુકસાન અંગે પણ અલગથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ટક્કરના કારણે આખો સિગ્નલ પોલ ઊખડી ગયો હતો અને કારની દિશા પણ બદલાઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ રેન્જ રોવર કાર એક વર્ષ અગાઉ વેચાઈ ચૂકી હતી. વેચાણના દસ્તાવેજોના આધારે હાલ કારચાલકની શોધખોળ ચાલી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે ચાલક નશાની હાલતમાં હતો કે નહીં, કારની ઝડપ કેટલી હતી અને અકસ્માત કયા કારણોસર થયો. હાલ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના ગુનામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

વડોદરા શહેર નાં છાણી વિસ્તાર ની નાની અમીન ખડકી ખાતે સામાજિક કાર્યકર નીશીત અમીન દ્વારા રક્ત દાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું

admin

પોલીસે બુટલેગરોને શાંતિથી સમજાવ્યા નહીં સમજે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે

admin

વડોદરા મહાનગરપાલિકાના નિવૃત્ત કમઁચારીઓનો મોરચો પહોંચ્યો પાલિકા કચેરીએ

admin

Leave a Comment