Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

પ્રમુખ પાસે પોતાના નામનું બોર્ડ લગાવવાનો સમય નથી, તો પ્રજાના કામ ક્યારે થશે ?

​ડભોઇ તાલુકાના ૧૧૮ ગામોના વિકાસની જેમના શિરે જવાબદારી છે, તેવી તાલુકા પંચાયત કચેરી હાલ એક અજીબ કારણોસર ચર્ચાનું કેન્દ્ર બની છે.

નવાઈની વાત એ છે કે, તાલુકા પંચાયતના પ્રમુખ અને ચૂંટાયેલા સદસ્યોના નામવાળું નવું બોર્ડ તૈયાર તો થઈ ગયું છે, પરંતુ તે દિવાલ પર લાગવાને બદલે છેલ્લા ઘણા સમયથી પ્રમુખના જ ચેમ્બરના એક ખૂણામાં ધૂળ ખાઈ રહ્યું છે ખૂણામાં પડેલું સન્માન: તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખની કેબિનમાં સદસ્યોના નામનું નવું બોર્ડ બનાવવામાં આવ્યું છે. પરંતુ તંત્ર કે પદાધિકારીઓ પાસે તેને યોગ્ય સ્થાને લગાવવાની તસ્દી લેવાનો સમય હોય તેમ લાગતું નથી ​લોકચર્ચાનો વિષય: સ્થાનિકોમાં એવી ચર્ચા જાગી છે કે જે પ્રમુખ કે સદસ્યો પોતાના હોદ્દા અને નામનું બોર્ડ સરખું લગાવી શકતા નથી, તેઓ ૧૧૮ ગામની જનતાના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવશે
​જવાબદારી સામે સવાલ શું આ આળસ છે કે પછી તંત્રની નિષ્કાળજી પ્રમુખની પોતાની ચેમ્બરમાં જ જો આવી સ્થિતિ હોય, તો સમગ્ર તાલુકા પંચાયતના વહીવટની સ્થિતિ કેવી હશે તે એક મોટો પ્રશ્ન છે પોતાનું બોર્ડ લગાવવાનો સમય નથી, તો પ્રજા માટે સમય ક્યાંથી કાઢશેઆ સવાલ હાલ ડભોઇ પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

Related posts

વડોદરા-છોટાઉદેપુર તેમજ નર્મદા જિલ્લાના વ્રતધારી ભાવિક ભક્તો તીર્થક્ષેત્ર ચાંદોદના અન્નપૂર્ણા માતાજીના મંદિરે પધાર્યા

admin

ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર કરનાળી ખાતે નાયબ કલેકટર શ્રી રવિરાજસિંહ પરમારના વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

admin

વડોદરા શહેરમાં ઇનઓર્બીટમોલ અને ONGC ખાતે મોકડ્રિલ યોજવામાં આવ્યું

admin

Leave a Comment