દેશભરમાં આજે 26 જાન્યુઆરી 76 માં પ્રજાસત્તાક દિનની આન બાન શાન અને અત્યંત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડભોઇ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી પૌરાણિક તીર્થક્ષેત્ર કરનાળી ખાતે ડભોઈ ના પ્રાંત અધિકારી શ્રી રવિરાજસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને કરાઈ હતી પ્રાંત અધિકારીએ ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોતાનું પ્રેરક ઉદબોધન રજૂ કર્યું હતું આ પ્રસંગે શાળાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજૂ કરાઈ હતી આ અવસરે વિવિધ કચેરીઓમા નિષ્ઠાપૂર્વક ની સરકારી કામગીરી બજાવી પ્રજાને મદદરૂપ થનારા કર્મચારીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી અને અભ્યાસ પ્રાપ્ત કરનારા બાળકોનું નાયબ કલેક્ટર દ્વારા બહુમાન કરવાની સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો મામલતદાર પી.આર સંગાડા, ડી વાય એસપી આકાશ પટેલ ચાણોદ ના પી.આઈ મહેશ ભાઈ પરમાર વહીવટી સ્ટાફ, શ્રીકુબેર મંદિરના ટ્રસ્ટી, મહંત નંદગીરીજી મહારાજ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પંથકવાસીઓ 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા

