છોટાઉદેપુર જિલ્લામાં 76મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી પાવી જેતપુરના સેવા સદન પાછળના મેદાનમાં કરવામાં આવી હતી. રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી ભિખુસિંહ પરમારના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બજાવનાર કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રી ભિખુસિંહ પરમારે પોતાના સંબોધનમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રીની સાથે સાંસદ જશુંભાઇ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતીભાઈ રાઠવા,અભેસિંહ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી સચીનકુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ સહિત આગેવાનો વિવિધ વિભાગના અધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.
મોહસીન સુરતી છોટાઉદેપુર

