વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા લાલબાગ બ્રિજ નીચે એક તોતિંગ વૃક્ષનો અમુક ભાગ પડી જતા ત્રણ વ્યક્તિઓ વૃક્ષ નીચે દબાયા હતા. આ વૃક્ષ નીચે નાસ્તાની લારી હોવાથી આ ત્રણ વ્યક્તિઓ નાસ્તો કરીને ત્યાં ઊભા હતા તે બેડાય આ ઘટના બની હતી આ ઘટનામાં વૃક્ષ નીચે પાર્ક કરવામાં આવેલી અનેક ગાડીઓ પણ દબાઈ ગઈ હતી બનાવની જાણ ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની ટીમને કરાતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જોકે ટીમ પહોંચે તે પહેલા સહી સલામત રીતે ત્રણેય વ્યક્તિઓ બહાર આવી ગયા હતા ફાયર ટીમે ઝાડ ડ્રીમ કરી દબાઈ ગયેલા વાહનો બહાર કાઢ્યા હતા.

