હરણી બીપીએસ સ્કૂલ રોડ પર સિદ્ધાર્થ લાઇફ હોમ્સમાં રહેતા 17 વર્ષનો દેવ પાટિલ ધો.12 સાયન્સમાં અભ્યાસ કરે છે. આપઘાતનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ, પરીક્ષાના ટેન્શનના કારણે તેણે અંતિમ પગલું ભર્યુ હોવાની શક્યતા છે. આપઘાત કરતા પહેલા વિદ્યાર્થીએ લખેલી અંતિમ ચિઠ્ઠીમાં તેની હતાશા દેખાઇ આવે છે.
સ્યુસાઇડ નોટ લખી 17 વર્ષીય વિદ્યાર્થીનું અંતિમ પગલું
“બસ પપ્પા હવે મારાથી નહીં થાય” સુસાઇડ નોટમાં ઉલ્લેખ
હરણી પોલીસે વિદ્યાર્થીનાં આપઘાત અંગે તપાસ શરૂ કરી

