27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેનાં ગોરવા વિસ્તારમાં SMCની રેડ : ગ્રાહકો સહિત અનેક ઝડપાયા

વડોદરા શહેરના Gorwa વિસ્તારમાં આજે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગોરવાના પંચવટી ગંગાનગર વિસ્તારમાં પાડવામાં આવેલી આ રેડ દરમિયાન લાખો રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.

માહિતી મુજબ, લાંબા સમયથી અહીં ગેરકાયદેસર રીતે દારૂનો વેપાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે SMCએ દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી દારૂ ઉપરાંત ત્યાં હાજર ગ્રાહકોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ રેડ દરમિયાન ટુ-વ્હીલર અને કાર સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા તમામ આરોપીઓ અને જપ્ત કરાયેલ માલને આગળની કાર્યવાહી માટે Jawaharnagar Police Station ખાતે લઈ જવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

Related posts

યંગસ્ટર ગ્રુપના ગણેશજીની આગમન યાત્રામાં અંદરોઅંદર ગેરસમજ ઉભી થવાના કારણે નાસભાગ

admin

વડોદરા મહાનગર પાલિકાની સામાન્ય સભામાં વિશ્વામિત્રી પૂરના મુદ્દે ભારે વિવાદ થતા સભા અધવચ્ચે બરખાસ્ત

admin

છાણી ખાતે બનેલી ઘટના અંગે કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને રજૂઆત

admin

Leave a Comment