27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમાં NDR લેઝર મશીન શરૂ, ટેટૂ દૂર કરવાની મળશે નિશુલ્ક સેવા

વડોદરા શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ Sir Sayajirao General Hospital ખાતે હવે આધુનિક NDR લેઝર મશીન શરૂ કરવામાં આવ્યું છે. આ મશીન દ્વારા શરીર પર બનાવાયેલા ટેટૂ તેમજ લાખુ જેવા ડાઘ દૂર કરવાની સુવિધા ઉપલબ્ધ બનશે.

હોસ્પિટલ સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, આ લેઝર મશીનથી શરીર પરના વિવિધ પ્રકારના ડાઘોને પણ અસરકારક રીતે દૂર કરી શકાય છે. શહેરમાં અનેક જગ્યાએ લોકો ટેટૂ કરાવે છે, પરંતુ પછી કોઈ કારણસર તેને દૂર કરાવવા માટે ખાનગી ક્લિનિકમાં મોટી રકમ ચૂકવવી પડતી હોય છે.

હવે આ સુવિધા સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ બનતા નાગરિકોને મોટી રાહત મળશે, કારણ કે અહીં ટેટૂ અને ડાઘ દૂર કરવાની સારવાર નિશુલ્ક આપવામાં આવશે.

આ નવી સેવા શરૂ થવાથી સામાન્ય નાગરિકોને આધુનિક સારવાર સરળતાથી અને મફતમાં ઉપલબ્ધ થશે, જે આરોગ્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Related posts

વડોદરા શહેર પોલીસ દ્વારા ઉતરાયણમાં સુરક્ષાની જાગૃતિ માટે અલગ અલગ પ્રકારના ઝુંબેશ કરવામા આવ્યા

admin

પાલિકા ના ઈજાદાર ની બેદરકારીના લીધે 20,000 થી વધુ પરિવારોને ગેસથી વંચિત રહ્યા

admin

વડોદરાના ગોરવા પંચવટી સર્કલ પાસે એ.ટી.કે.ટી શોપનું ઉદઘાટન ગુજરાતી ટીમલીના ગાયક કલાકાર કમલેશ બારોટના હસ્તે કરવામાં આવ્યું…

admin

Leave a Comment