30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ચેટીચંદ પર્વની ભવ્ય ઉજવણી : કોઠી ચાર રસ્તે પ્રસાદી વિતરણ સાથે ભક્તિમય માહોલ..

વડોદરા શહેરમાં આજે સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલજીના જન્મોત્સવ ‘ચેટીચંદ’ તથા નવા વર્ષની ઉજવણી હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. શહેરભરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ‘ઝૂલેલાલ’ના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા.
આ પ્રસંગે શહેરના જાણીતા મનમોહન સમોસા અને મનમોહન વડાપાઉં પરિવાર દ્વારા, તેમજ વારસિયા ખાતે આવેલ પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થના સંચાલક મુકેશ સાંઈની વિશેષ ઉપસ્થિતિમાં વોડાફોન ઓફિસ નજીક પ્રસાદી વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી અને પ્રસાદીનો લાભ લીધો હતો છેલ્લા અનેક વર્ષોથી ચાલી આવતી આ સેવા પરંપરાને આગળ વધારતા આયોજકોએ સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પ્રસંગે આયોજકોએ સમગ્ર સિંધી સમાજને નવા વર્ષની “લખ લખ વધાયું” પાઠવી હતી, તેમજ મરાઠી સમાજને ગુડી પડવાના પાવન પર્વની શુભકામનાઓ પણ આપી હતી ચેટીચંદ પર્વની ઉજવણીને લઈને વડોદરા શહેરમાં સર્વત્ર આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો, જ્યાં ધાર્મિક ભાવના સાથે સામાજિક એકતાનો સુંદર સંદેશ પણ પ્રસર્યો હતો.

Related posts

વડોદરમાં ફરી એક વાર અકસ્માત બાઇક ચાલક નું ઘટના સ્થળે જ મોત

admin

ઉત્તરાયણ પર્વ પૂર્વે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલનું જનજાગૃતિ અને સુરક્ષા અભિયાન

admin

ડભોઈ-ગોજાલી ઓવરબ્રિજ બન્યાને ૨ વર્ષ થયા, છતાં ડાયવર્ઝન’ અને ‘પ્રતિબંધ’ના બોર્ડ હજુ કેમ યથાવત

admin

Leave a Comment