Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં દીકરીના લગ્ને માનવીય એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સમતા વૈકુંઠ ફ્લેટ ખાતે યોજાયેલા એક લગ્ન પ્રસંગે માનવીય સંવેદનશીલતા, એકતા અને સહકારનું પ્રેરણાદાયી દ્રશ્ય સર્જાયું. સમગ્ર સોસાયટી એક પરિવાર બની દીકરીના સુખદ ભવિષ્ય માટે આગળ આવી, જે સમાજ માટે એક ઉત્તમ સંદેશરૂપ બન્યો છે.

સમતા વૈકુંઠ ફ્લેટ ખાતે આજે એક ભાવુક પ્રસંગ જોવા મળ્યો. અઢી વર્ષની ઉંમરે માતા-પિતાની છત્રછાયા ગુમાવનારી દીકરી દિશાનું લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું. દિશાને તેની ફોઈએ પોતાની દીકરી સમાન ઉછેરી, અભ્યાસ પૂરું કરાવ્યું અને આજે લગ્નગ્રંથિ સાથે જોડાવી તેની જીવનયાત્રામાં નવી શરૂઆત કરાવી.

લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા સમગ્ર વૈકુંઠ સોસાયટી એકજૂટ થઈ ગઈ હતી. લગ્ન પૂર્વે સંગીત સંધ્યા, ડીજે કાર્યક્રમ, બેન્ડ-વાજા અને પરંપરાગત મામેરું ઉત્સાહભેર યોજાયું. ખાસ વાત એ રહી કે મામેરું અને મોસાળું સમગ્ર સોસાયટીના રહેવાસીઓએ સામૂહિક રીતે કર્યું, જે એકતાનો અનોખો દાખલો પુરવાર થયો.

આ પ્રસંગે રાજેશ આયર, ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર સહિત સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરેકે દીકરીના લગ્નને પોતાની ખુશી માની જવાબદારીપૂર્વક સહભાગીતા નોંધાવી.

દીકરીની વિદાય સમયે ખુશી અને લાગણીનો સંગમ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સાબિત કર્યું કે સહયોગ અને સંવેદનાથી કોઈપણ કાર્ય સરળ અને આનંદમય બની શકે છે. સમાજમાં એકતા અને સહકારનો આ સુંદર સંદેશ લાંબા સમય સુધી યાદ રહેશે.

Related posts

વડોદરા શહેરમાં હોળી અને ધુળેટી પર્વ ધ્યાને લઈ રેલ્વે સ્ટેશન પર વિશેષ ચેકિંગ અભિયાન

admin

પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા વૃક્ષારોપણ, હેલ્થ કેમ્પ જેવા અનેક કાર્યક્રમો

admin

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ચાલતા શાક માર્કેટને ડમ્પિંગ યાર્ડ પાસે ખસેડતા ભારે વિરોધ

admin

Leave a Comment