43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીમાં કુપોષિત સગર્ભાઓને પોષણતત્વ આહાર કીટનું વિતરણ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે કુપોષિત સગર્ભા મહિલાઓ માટે પોષણતત્વોથી સમૃદ્ધ ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજસેવી સંસ્થા અને ખાનગી કંપનીના જનભાગીદારીથી આયોજિત આ કાર્યક્રમ તાલુકા આરોગ્ય અધિકારીની પ્રેરણાથી યોજાયો હતો.

‘સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક’ અભિયાન અંતર્ગત તાલુકા હેલ્થ સેન્ટર, સાવલી ખાતે શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રા.લી.ના સૌજન્યથી આ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મીનાક્ષી ચોવ્હાણના માર્ગદર્શન હેઠળ સાવલી નગર તથા ગ્રામ્ય વિસ્તારની અંદાજે ૭૫ જેટલી કુપોષિત સગર્ભા લાભાર્થી બહેનોને પોષક તત્વોથી ભરપૂર ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. એચ.એસ. ખાન, કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન કંપનીના પ્રતિનિધિઓ તેમજ શ્રીરંગ સેવાતીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લીમ્બાચીયા, ઉપપ્રમુખ કમલેશભાઈ વાળંદ, જયેશભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાઠવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લાભાર્થી મહિલાઓને યોગ્ય પોષણ અને આરોગ્ય અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

Related posts

વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ અકોટા તરફ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ

admin

ની સહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓ માટે ભોજન તેમજ વિવિધ વસ્તુઓ ભેટમાં આપવાનું કાર્યક્રમ યોજાયો

admin

ડભોઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા બિહારમાં ભાજપ-એનડીએની ઐતિહાસિક જીતની ભવ્ય ઉજવણી.

admin

Leave a Comment