Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડીના ચોરામલ ચોકડી ઉપર ટાટા પંચ ગાડીમાં લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો

છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી સફળતા મળી છે.
બાતમીના આધારે વોચ ગોઠવી
એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોરની રાહબરી હેઠળ સ્ટાફના માણસો નસવાડી વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ટેલિફોનિક બાતમી મળી હતી કે, એક ટાટા પંચ ગાડી (રજી. નં. BR-06-CZ-3290) નો ચાલક ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ભાખા-વધાચ-ચોરામલ ચોકડી થઈ નસવાડી તરફ જનાર છે.

બાતમીના આધારે પોલીસે ચોરામલ ચોકડી પાસે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. વર્ણન મુજબની સફેદ રંગની ટાટા પંચ ગાડી આવતા તેને કોર્ડન કરી અટકાવવામાં આવી હતી. ગાડીની તલાશી લેતા ડિક્કીના ભાગે તેમજ વચ્ચેની સીટ પર પૂંઠાના બોક્સમાં છુપાવેલ વિદેશી દારૂની કુલ ૧૨૨૩ નંગ બોટલો મળી આવી હતી.જેમાં

વિદેશી દારૂની બોટલ (૧૨૨૩ નંગ): કિંમત ₹૨,૬૮,૬૦૬/-
ટાટા પંચ ગાડી (BR-06-CZ-3290): કિંમત ₹૫,૦૦,૦૦૦/-
કુલ કિંમત: ₹૭,૬૮,૬૦૬/-
આગળની કાર્યવાહી
આ મામલે નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં ગાડીનો ચાલક પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી. છોટાઉદેપુરના સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.

Related posts

જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ગેર મેળો– ૨૦૨૫ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરાયું

admin

15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે એ.સી.બી પોલીસ સ્ટેશન છોટાઉદેપુર ખાતે ફરિયાદીઓનું સન્માન કરવામાં આવ્યું તથા ભ્રષ્ટાચાર નિવારણ અંતર્ગત જન જાગૃતિ રેલીનુ આયોજન કરવામાં આવ્યું.

admin

બોડેલી ડભોઇ રોડ પર બાઈક પર જતા આધેડના ગળામા પતંગનો દોરો આવી જતા ગંભીર રીતે ઘાયલ થતા મો-ત

admin

Leave a Comment