છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી સફળતા મળી છે.
બાતમીના આધારે વોચ ગોઠવી
એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોરની રાહબરી હેઠળ સ્ટાફના માણસો નસવાડી વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ટેલિફોનિક બાતમી મળી હતી કે, એક ટાટા પંચ ગાડી (રજી. નં. BR-06-CZ-3290) નો ચાલક ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ભાખા-વધાચ-ચોરામલ ચોકડી થઈ નસવાડી તરફ જનાર છે.
બાતમીના આધારે પોલીસે ચોરામલ ચોકડી પાસે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. વર્ણન મુજબની સફેદ રંગની ટાટા પંચ ગાડી આવતા તેને કોર્ડન કરી અટકાવવામાં આવી હતી. ગાડીની તલાશી લેતા ડિક્કીના ભાગે તેમજ વચ્ચેની સીટ પર પૂંઠાના બોક્સમાં છુપાવેલ વિદેશી દારૂની કુલ ૧૨૨૩ નંગ બોટલો મળી આવી હતી.જેમાં
વિદેશી દારૂની બોટલ (૧૨૨૩ નંગ): કિંમત ₹૨,૬૮,૬૦૬/-
ટાટા પંચ ગાડી (BR-06-CZ-3290): કિંમત ₹૫,૦૦,૦૦૦/-
કુલ કિંમત: ₹૭,૬૮,૬૦૬/-
આગળની કાર્યવાહી
આ મામલે નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં ગાડીનો ચાલક પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી. છોટાઉદેપુરના સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.

