Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાનો પ્રારંભ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ આપી કરાયું સ્વાગત

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના પ્રારંભે અનોખો અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી તેમજ ગુલાબનું ફૂલ આપી આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

શાળાના પ્રતિનિધિ અનુસાર, પરીક્ષાના સુચારુ સંચાલન માટે બેઠક વ્યવસ્થા થી લઈને સુરક્ષા સુધીની તમામ બાબતોનું ઝીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10 માટે કુલ 10 બ્લોક ફાળવવામાં આવ્યા છે, જેમાં દર બ્લોકમાં 30 વિદ્યાર્થીઓ મુજબ કુલ 300 પરીક્ષાર્થીઓ સવારના સત્રમાં પરીક્ષા આપી રહ્યા છે.

તે જ રીતે, બપોરના સત્રમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 12 બ્લોક ગોઠવવામાં આવ્યા છે, જેમાં દર બ્લોક દીઠ 20 વિદ્યાર્થીઓ મુજબ કુલ 240 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને તેમને ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

તાજેતરમાં શાળાઓમાં બોમ્બની અફવાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. એક સ્પેશિયલ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે, જે પરીક્ષા શરૂ થાય તે પહેલાં અને પૂર્ણ થયા બાદ સમગ્ર કેમ્પસનું સઘન ચેકિંગ કરે છે.

વધુમાં, વડોદરામાં પ્રથમવાર શાળાએ નવીન પહેલ રૂપે QR કોડ સુવિધા શરૂ કરી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ કોડ સ્કેન કરતા જ ગુગલ મેપ દ્વારા શાળાનું લોકેશન મેળવી શકે છે, જેથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે.

શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તમામ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Related posts

વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ નજીક આઇસર ચાલકે બે ટુ-વ્હીલર અને એક કારને અડફેટે લીધી

admin

વડોદરા શહેરના વિવિધ રોડ-રસ્તાઓ ખાડાઓની કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર નીકળ્યા

admin

બોલેરો ગાડીના ચાલક દ્રારા ફોરવીલર વાહન ચાલકને ટક્કર મારવામાં આવી અને તેની સાથે મારામારી જપાજપી કરવામાં આવી

admin

Leave a Comment