33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આજથી ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ

આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. રાજ્યના 1701 જેટલા પરીક્ષા કેન્દ્રો પરથી લાખો વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીની મહત્વપૂર્ણ પરીક્ષા આપી રહ્યા છે.

વડોદરા શહેરમાં પણ સવારથી જ પરીક્ષાર્થીઓમાં ઉત્સાહ, આત્મવિશ્વાસ અને મક્કમતા જોવા મળી હતી. વહેલી સવારે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચતા માતા-પિતાઓ દ્વારા શુભેચ્છાઓ સાથે તેમને પરીક્ષામાં સફળતા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ માત્ર ટ્રાફિક નિયંત્રણ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને સમયસર અને સુરક્ષિત રીતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં પણ સહાયરૂપ બની રહી છે.

વડોદરા શિક્ષણ વિભાગ દ્વારા તમામ પરીક્ષાર્થીઓને નિર્ભય બની શાંત ચિત્તે પેપર લખવા અને ગભરાટ વિના પોતાની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ પ્રદર્શન કરવાની અપીલ કરવામાં આવી છે.

સાથે જ પરીક્ષા કેન્દ્રો પર સુચારૂ આયોજન, સુરક્ષા અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી હોવાથી પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ રહી છે.

Related posts

ડભોઇ વિશ્વ ચકલી દિવસે અનોખી પહેલ, 300થી વધુ ચકલીઘરોનું કરાયું વિતરણ

admin

દોરાના ભાવમાં વધારો છતાં વડોદરાની બજારમાં સારી ઘરાકી

admin

જગદગુરુ શંકરાચાર્યના અપમાન મામલે સાધુ-સંતોમાં રોષ: વડોદરામાં પત્રકાર પરિષદ યોજાઈ

admin

Leave a Comment