35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ શહેર અને તાલુકામાં ધોરણ 10 અને 12 ની શાંતિપૂર્ણ વાતાવરણ માંબોર્ડ પરીક્ષાનો શુભારંભ

માધ્યમિક અને અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો આજરોજ સમગ્ર ગુજરાતમાં શુભારંભ થયો ડભોઇ નગરમાં પણ કુલ પાંચ કેન્દ્રો પર અંદાજીત 1500 જેટલા વિદ્યાર્થીઓએ ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં જીવનની પ્રથમ બોર્ડની પરીક્ષા આપી

મહેદવીયા સ્કૂલ, દયારામ સ્કૂલ આર.જી પંડ્યા સ્કૂલ નવપદ સ્કૂલ આ શાળાઓમાં ધોરણ 10 ની પરીક્ષા લેવાઈ. ખૂબ જ સારું પેપર જતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એક ખુશીની લહેર જોવા મળી. તેમજ દયારામ સ્કૂલ ખાતે દીપકભાઈ ગોપાલભાઈ ભોઇવાળા વડોદરા જિલ્લા ભાજપ સમિતિના પ્રમુખ ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ સોનલબેન કિશોરભાઈ સોલંકી શહીદ ભાજપના અગ્રગણની આગેવાનો દ્વારા બાળકોને ફુલ અને તિલક કુમકુમ કરી મોઢું મીઠું કરાવ્યું હતું. તથા દરેક સ્કૂલમાં શાળાના ટ્રસ્ટીગણ અને આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું સાકરથી મોઢું મીઠું કરવામાં આવ્યું. બપોરના સેશનમાં ધોરણ 12 ના સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત થઈ. શાળાઓના શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ માટે કોઈપણ જાતની ચિંતા ન કરી હળવા વાતાવરણમાં કોઈપણ જાતની ચિંતા વગર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે એવી અપીલ કરવામાં આવી.

Related posts

હોળી પર્વે પૂર્વે માદરે વતન જવા માટે એસટી ડેપો ખાતે આદિવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો

admin

ઉતરાયણ પર્વ નિમિત્તે વડોદરામાં 108 એમ્બ્યુલન્સને ૩૨૮ ઈમરજન્સી કોલ મળ્યા

admin

સાવલી તાલુકાના ધનતેજ ગામપાસે આવેલી કરડનદી પર નવીન પુલનું ખાતમહુર્ત કરવામાં આવ્યું

admin

Leave a Comment