30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડેસરવડોદરા જિલ્લો

વેજપુરની શ્રી વેજનાથ વિદ્યાલયમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભ

ડેસર તાલુકાના વેજપુર ખાતે આવેલી શ્રી વેજનાથ વિદ્યાલયમાં ધોરણ 10 અને 12ના બોર્ડ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા અંતર્ગત તા. 26/02/2026ના રોજ પેટા કેન્દ્ર નંબર 3 તરીકે આવેલી શાળામાં ધોરણ 10ના કુલ 169 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

આ અવસરે શાળાના આચાર્ય જયેશભાઈ પટેલ, શિક્ષકગણ તથા ગૌરવસિંહ પૂવાર દ્વારા વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપી, મોં મીઠું કરાવી અને કુમકુમ તિલક સાથે હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. પરીક્ષાના આ મહત્વપૂર્ણ દિવસે વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ અને શાંત માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે શાળા પરિવાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

સાવલી-ડેસર તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર તરફથી પણ દરેક પરીક્ષાર્થીને પેન અને ચોકલેટ ભેટ સ્વરૂપે આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

શાળા પરિવાર અને આગેવાનો દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી અને તેઓ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

Related posts

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર, હિંદુ મંદિરો પર હુમલો અને હિંદુઓની હત્યા ને લઈ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન પત્ર

admin

“હરણી બોટકાંડ” આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ના-મંજૂર

admin

હઠીલા હનુમાનજીને વાઘા ધારણ કરાવવામાં આવ્યા સાથે જ નાડાછડીના હિંડોળા કરવામાં આવ્યા

admin

Leave a Comment