ડભોઈ: સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય હાઈવે પર ડભોઈ તાલુકાના સોમપુરા અને ભૂમસિયા ગામ વચ્ચે બનેલો નવો માર્ગ અત્યારે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યો છે. રોડ બની ગયો હોવા છતાં યોગ્ય આયોજન અને ડાયવર્ઝનના અભાવે અહીં અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે મુખ્ય સમસ્યાઓ અને ગ્રામજનોનો આક્રોશ:નવો રોડ પણ અધૂરું આયોજન: સોમપુરા થી ભૂમસિયા સુધીનો નવો રોડ તો બનાવી દેવાયો છે, પરંતુ તેને સ્ટેટ હાઈવે સાથે જોડવા માટે કોઈ સલામત ડાયવર્ઝન કે કટ આપવામાં આવ્યો નથી.
રોંગ સાઈડનો જોખમી પ્રવાસ: સત્તાવાર ડાયવર્ઝન અંદાજે 1 કિલોમીટર દૂર હોવાથી, સમય બચાવવા લોકો રોંગ સાઈડમાં વાહનો ચલાવવા મજબૂર બન્યા છે, જેના કારણે ભૂતકાળમાં નાના-મોટા અકસ્માતો પણ સર્જાયા છે.વિદ્યાર્થીઓ અને 108 ની હાલાકી: આ જોખમી માર્ગને કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને ઇમરજન્સી સેવાની 108 એમ્બ્યુલન્સને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.તંત્રની ઉદાસીનતા:
સોમપુરા ગામના સરપંચ અને તલાટી છેલ્લા 6 મહિનાથી સ્ટેટ હાઈવેના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી રહ્યા છે. તેમ છતાં, તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.જો અહીં કોઈ મોટી દુર્ઘટના થશે અથવા કોઈનો જીવ જશે, તો તેનો જવાબદાર કોણ? શું અધિકારીઓ માત્ર કાગળ પર જ આયોજન કરશે કે પછી ગ્રાઉન્ડ પર આવીને લોકોની પીડા જોશે
હવે જોવાનું એ રહ્યું કે અહેવાલો અને ગ્રામજનોના આક્રોશ બાદ નિંભર તંત્ર ક્યારે જાગે છે અને અહીં સલામત ડાયવર્ઝનનું નિર્માણ ક્યારે થાય છે.

