43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી તાલુકાના ચામેઠા–કલેડીયા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 6 યુવાનો ઘાયલ

નસવાડી તાલુકાના ચામેઠા થી કલેડીયા રોડ પર અક્ષર જીનીંગ નજીક બે બાઇકો વચ્ચે સામસામે ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કુલ 6 યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી 5 યુવાનોની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે રાજપીપળા રીફર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, સાંજના સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી બે મોટરસાયકલ અચાનક સામસામે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઇકોના ફુરચા ઉડી ગયા હતા અને તેના પર સવાર યુવાનો રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પટકાયા હતા.

ઇજાગ્રસ્તોમાં નસવાડી ગામના મદનઝાંપા વિસ્તારના 3 યુવાનો, ખોડિયા ગામનો 1 યુવાન, ઇટાલીયા ગામનો 1 યુવાન તેમજ વાડીયા ગામનો 1 યુવાન સામેલ છે.

અકસાન્ત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને નસવાડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ 5 યુવાનોને વધુ સારવાર માટે રાજપીપળાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

બે દિવસ પહેલા પુરાવામાં આવેલ ખાડા ફરી ભરવાના વારો આવતા રાહદારી દ્રારા ભ્રષ્ટાચારનો આરોપ

admin

તેલાવ માતાના મંદિરે અગિયારસના દિવસે વર્ષોથી યોજાય છે પરંપરાગત આદિવાસી મેળો

admin

પાનવડ ગામમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન, 41 રક્તદાતાઓએ આપ્યું જીવનદાન

admin

Leave a Comment