30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા કોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ સતર્ક

વડોદરાની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ફરી એકવાર ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ધમકીભર્યો ઈ-મેઈલ મળતા કોર્ટ સંકુલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

માહિતી મુજબ, ઈ-મેઈલ મળતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું. વડોદરા વકીલ મંડળ ના સેક્રેટરી દ્વારા તમામ વકીલો અને પક્ષકારોને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસની ટીમ તાત્કાલિક કોર્ટ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર કોર્ટ સંકુલમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.

સુરક્ષા કારણોસર કોર્ટ સંકુલના ગેટ તાત્કાલિક બંધ કરી દેવાયા હતા અને અંદર-બહારની અવરજવર પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું.

મહત્વપૂર્ણ બાબત એ છે કે એક મહિના દરમિયાન ફરી આવી ધમકી મળતા અનેક તર્ક-વિતર્ક અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હાલ પોલીસ દ્વારા ઈ-મેઈલના સ્ત્રોત અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને સાયબર ક્રાઇમ સેલની મદદથી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Related posts

વડોદરાના ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનની વડી કચેરી નજીક જ ફૂલ બજારના દબાણો

admin

72 કલાક દુકાનો પાણીમાં ગરકાવ જ્યાં જુવો ત્યાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા

admin

હાઈટેક તરકીબથી દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો : વડોદરા ગ્રામ્ય LCBએ બે ઇસમોને ઝડપી પાડ્યા

admin

Leave a Comment