વડોદરામાં પૂરના પાણીઓ ઉતરવાની સરુવત બાદ 72 કલાક દુકાનો પાણીમાં ગરકાવ હતી જે બાદ આજે ચાર થી પાંચ રસ્તા ખોલવામાં આવ્યા જેના કારણે વેપારીઓ આજે પોતાની દુકાનો ને ખોલી હતી અને જ્યાં જુવો ત્યાં નુકસાનીના દ્રશ્યો સામે આવતા હતા અને વેપારીઓ વાતચીત કરવા પણ તૈયાર ન હતા વેપારીમાં ઉગ્ર આક્રોશ સાથે વાતચીત કરી હતી વર્ષો જુની સમસ્યાનો હલ નથી થતો દર વર્ષે નુકસાન વેઠવાનો વારો આવે છે જેથી ચોક્કસ રણનીતિ વિશ્વામિત્રીનદી અને શહેરની ભૌગોલિક પરિસ્થિતિની સમીક્ષા કરી કાયમી ન્યાય મળે તેવી માંગ કરી હતી અને નુકસાન નું વળતર મળે તેવી પણ માંગ કરી હતી

