40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ પંથકમાં પ્રકૃતિના બેવડા રંગ : એક તરફ પાનખરની વિદાય, બીજી તરફ વસંતનું આગમન

ડભોઈ ઉનાળાની શરૂઆતની સાથે જ ડભોઈ શહેર અને સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રકૃતિએ અનોખો શણગાર સજ્યો છે હાલમાં ડભોઈ પંથકમાં પાનખર અને વસંત ઋતુનો અદભૂત સંગમ જોવા મળી રહ્યો છે. માર્ગો પર પથરાયેલા સૂકા પાંદડાઓ અને વૃક્ષો પર ફૂટતી નવી કૂંપળો માનવીના જીવનચક્રની યાદ અપાવી રહ્યા છે.

​માર્ગો પર પથરાઈ પાંદડાઓની સોનેરી ચાદર
​ડભોઈ પાસેના મુખ્ય માર્ગો તેમજ અંતરિયાળ રસ્તાઓની બંને તરફ આવેલા વૃક્ષો પરથી મોટા પ્રમાણમાં સૂકા પાંદડાઓ ખરી રહ્યા છે. રસ્તાઓ પર પડેલા આ પાંદડાઓને કારણે જાણે કુદરતે સોનેરી ચાદર બિછાવી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વટેમાર્ગુઓ જ્યારે આ રસ્તા પરથી પસાર થાય છે, ત્યારે સુકા પાંદડાનો પગરવ પ્રકૃતિના પરિવર્તનનો અહેસાસ કરાવે છેવસંતનો પગરવ: નવી કૂંપળોમાં નવી આશા માત્ર પાનખર જ નહીં, પણ વસંતના આગમનની છડી પોકારતા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છેએક તરફ જૂના પાન ખરી રહ્યા છે તો બીજી તરફ વૃક્ષોની ડાળીઓ પર આછા લીલા રંગની નવી કૂંપળો ફૂંટી નીકળી છે. વૃક્ષો પોતાનું જૂનું વસ્ત્ર ત્યાગીને નવું જીવન ધારણ કરી રહ્યા હોય તેવો આહલાદક અનુભવ થઈ રહ્યો છે. આ મિશ્ર ઋતુનો અનુભવ માત્ર મનુષ્યો જ નહીં, પણ વનસ્પતિ જગત પણ કરી રહ્યું છે લોકજીવનમાં વણાટ પીપળ પાન ખરંતહા
​આ દ્રશ્યો જોઈને વર્ષો જૂની ગુજરાતી કહેવત અને દુહો યાદ આવે છે કેપીપળ પાન ખરંતહા, હસતી કૂંપળિયામુજ વીતી તુજ વીતશે, ધીરી બાપલિયાઅર્થાત્, ખરી રહેલા પાંદડાઓ નવી ફૂટતી કૂંપળોને કહે છે કે આજે મારો સમય પૂરો થયો છે, કાલે તારો પણ આવશે; આ જ સંસારનો અને પ્રકૃતિનો શાશ્વત નિયમ છે. ડભોઈના રસ્તાઓ પર પથરાયેલા પાનખરના આ દ્રશ્યો આ પંક્તિઓને સાર્થક કરી રહ્યા છે.

Related posts

વડોદરાના સુલતાનપુરા વિસ્તારમાં ચોરીની ઘટના..

admin

વડોદરા શહેરમાં બુલેટ રાજા પર રોક લગાવા મોડીફાય સાઇલેન્સરનાસ કર્યો

admin

કમાલ કરે છે આ સ્માર્ટ મીટર પણ ! ગ્રાહકને 7.81 લાખનું ખોટું બિલ ?

admin

Leave a Comment