Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં 18 ફૂટ ઊંડો ભુવો, તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ

વડોદરા શહેરમાં ફરી એકવાર રોડ પર મોટો ભુવો પડવાની ઘટના સામે આવી છે. શહેરના તુલસીધામ વિસ્તારથી જીઆઈડીસી વિસ્તાર તરફ જતા રસ્તા પર આવેલા જ્યુપિટર ચાર રસ્તા નજીક આશરે 18 ફૂટ જેટલો ઊંડો ભુવો પડ્યો હોવાની માહિતી સામે આવી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ભુવો પડ્યાને લગભગ સાત દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. રોડ પર મોટો ખાડો પડ્યો હોવાને કારણે વાહનચાલકો માટે જોખમ ઉભું થયું છે.

સ્થાનિકોના આક્ષેપ મુજબ ભુવો પડ્યા બાદ તંત્ર દ્વારા માત્ર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે, જેના કારણે વાહન વ્યવહારને અડચણ ઉભી થઈ રહી છે. જોકે ખાડો પુરવા અથવા માર્ગની મરામત કરવા માટે હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં વારંવાર વિવિધ વિસ્તારોમાં રોડ પર ખાડા અને ભુવા પડવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આવી સ્થિતિમાં શહેરના નાગરિકો દ્વારા પાલિકા તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે સક્રિય બની આ ભુવાને પુરવાની કામગીરી શરૂ કરે છે કે પછી કોઈ દુર્ઘટના બન્યા બાદ જ પગલાં લેવામાં આવશે.

Related posts

ડભોઇ જાહેરમાં ગંદકી કરનાર હોટલ સંચાલક સામે લાલઆંખ, નગરપાલિકાએ ફટકાર્યો ₹15,000નો દંડ

admin

ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા યોજાયેલ ડીજીપી કપનમાં ફૂટબોલ સ્પર્ધામાં વડોદરા રેન્જની ટીમ વિજેતા બની

admin

R.T.O. અને ટ્રાફીકના લીરેલીરા ઉડાડતો ટેમ્પો ચાલક !

admin

Leave a Comment