33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા અબોલા પક્ષીઓ માટે માટીના બાઉલનું વિતરણ

વડોદરા શહેરમાં ઉનાળાની વધતી ગરમીને ધ્યાનમાં રાખીને અબોલા પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવા માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું છે. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા માંજલપુર વિસ્તારમાં આવેલા ઈવા મોલ ચાર રસ્તા નજીક માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

માહિતી મુજબ મંડળી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળાના દિવસોમાં અબોલા પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવે છે. દિવસેને દિવસે વધતી ગરમીને કારણે મનુષ્યો સાથે સાથે પક્ષીઓ પણ પાણી માટે વલખા મારતા હોય છે, ત્યારે આ પહેલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે.

આ સેવા કાર્ય દરમિયાન મંડળીના અધ્યક્ષ સહિત બેંકના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.

સ્થાનિક લોકોએ પણ આ પહેલની પ્રશંસા કરી હતી અને અબોલા પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી એક સારા સામાજિક સંદેશ સમાન હોવાનું જણાવ્યું હતું

Related posts

પ્રીવેન્શન ઓફ ટુ એનિમલના સભ્ય સાથે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી.

admin

શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાન વડોદરા દ્વારા સંગીતમય જગત ગુરુ સંત તુકારામ મહારાજ ગાથા અનુસ્થાન પારાયણનું આયોજન

admin

સાવલીના જુનાસમલાયા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, ગ્રામજનોને સ્થળ પર જ સરકારી સેવાઓ

admin

Leave a Comment