43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ નગરપાલિકા દ્વારા 10 દિવસીય સ્વદેશી મેળા ની પુર્ણાહુતી પ્રસંગે સ્ટોલધારકો દ્વારા અનોખી ઉજવણી

શહેરી વિકાસ વર્ષની ઉજવણી ના ભાગરૂપે ગુજરાત શહેરી આજીવિકા મિશન, ગાંધીનગરની મળેલ સૂચના અનુસાર ડભોઇ નગરપાલિકાના એ.પી.એમ.સી. માર્કેટ, સરદાર બાગ ખાતે તા.૦૬/૦૩/૨૦૨૬ થી ૧૫/૦૩/૨૦૨૬ દરમ્યાન ‘સ્વદેશી મેળો’ (શોપિંગ ફેસ્ટીવલ) નું આયોજન કરવામાં આવ્યું હતું જેનો શુભારંભ ધારાસભ્ય ના હસ્તે દીપપ્રાગટય દ્વારા તા.૦૬/૦૩/૨૦૨૬ ના રોજ કરવામાં આવ્યું હતું. આ ‘સ્વદેશી મેળો’ (શોપિંગ ફેસ્ટીવલ) મેળામાં વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા અને સ્થાનિક વેપારીઓ દ્વારા ૫૦ થઈ વધુ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતાં. સાથે સાથે બાળકો માટે કિડ્ઝ ઝોન, ફુડ ઝોન વગેરે આકર્ષણોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સિવાય મેળામાં રોજબરોજ જાહેર જનતા મેળા વધુ ને વધુ મેળાની મુલાકાત લઇ શકે તે માટે સંગીત સંધ્યા, મહિલા દિવસની ઉજવણી વગેરે જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ હતું. આ સઘળા પ્રયાસોના પરિણામ સ્વરૂપ આ ૧૦ દિવસ દરમ્યાન અંદાજિત 20 હજારથી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી હતી. અને સ્ટોલધારકો પાસેથી સ્વદેશી ચીજ વસ્તુની ખરીદી કરી હતી જેથી સ્ટોલધારકોને મોટી સંખ્યામાં માર્કેટ મળી રહેતા તેઓને ખુબ સારું વેચાણ થયું હતુ જેથી તમામ સ્ટોલધારકો આ સ્વદેશી મેળાના આયોજનથી ખુબ જ આનંદિત થયા હતા.મેળાના પુર્ણાહુતિ સમયે તમામ સ્ટોલધારકો દ્વારા તેઓની ખુશી અને આભાર વ્યક્રત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખશ્રી બિરેનભાઇ શાહ, વિશાલભાઈ શાહ, હર્ષાબેન ચૌહાણ તથા કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમનું સંચાલન સ્ટોલધારકશ્રીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સ્ટોલધારકશ્રીઓ દ્વારા મહાનુભાવો તથા આ મેળાને સફળ બનાવવા માટે યોગદાન આપનાર નગરપાલિકાના કર્મચારીઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. મેળાનું સમાપન કાર્યક્રમમા સ્વદેશી મેળાના આયોજન અર્થે માર્ગદર્શન આપનાર વહીવટી વાળા ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી, મેળાનું આયોજન કરનાર પ્રોજેક્ટ મેનેજર અર્ચનાબેન પરમાર તથા મહેશભાઇ પરમાર અને તેમની ટીમના તમામ કર્મચારીશ્રીઓનું ફુલોના બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટોલધારકો દ્વારા તેમના અભિપ્રાયો રજુ કરવામાં આવ્યા હતા. તેઓ દ્વારા આ પ્રકારના આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો તેમજ આવા આયોજન અવારનવાર કરવામાં આવે તેવી રજુઆત પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા અને મેળાના પુર્ણાહુતિ પ્રસંગે ગરબા રમીને પોતાનો ઉત્સાહ પ્રદર્શિત કર્યો હતો.

Related posts

વડોદરા શહેરના સારાભાઈ કેમ્પસ નજીક નશામાં ધુત હોવાનું આક્ષેપ ધરાવતી મહિલા ચાલકે હંગામો મચાવ્યો

admin

મોપેડની ચોરી કરનાર રીઢા ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી કપુરાઈ પોલીસ ટીમ

admin

યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો ,(યુઈબી) વડોદરા ખાતે રોજગાર ભરતીમેળો યોજાયો .

admin

Leave a Comment