27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 24, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં છેડતીની ચોંકાવનારી ઘટના : નાની દીકરી સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ

વડોદરા શહેરમાં છેડતીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. Polo Ground નજીક આવેલી Rajdeep Society વિસ્તારમાં એક નાની દીકરી સાથે છેડતી કર્યાનો આક્ષેપ સ્થાનિક દુકાન સંચાલક પર કરવામાં આવ્યો છે.

માહિતી મુજબ દીકરી ઘરનો સામાન લેવા માટે નજીકની દુકાને ગઈ હતી. તે દરમિયાન દુકાન ચલાવતા અંદાજે 80 વર્ષીય આધેડ વ્યક્તિએ દીકરી સાથે અયોગ્ય વર્તન કરી છેડતી કરી હોવાનું જણાવાઈ રહ્યું છે.

દીકરી ઘરે પરત આવી માતાને સમગ્ર ઘટના જણાવતાં પરિવારે તરત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિકોમાં એવી ચર્ચા પણ છે કે લોકોએ આરોપીને પકડી મેથીપાક ચખાડ્યો હતો, પરંતુ ત્યારબાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Related posts

નોકરિયાત મોટરસાયકલ પાર્ક કરીને નોકરીએ જતા નાગરિકોની ચોરાયેલી 19 મોટરસાયકલ ક્રાઇમ બ્રાન્ચ શોધી લાવી

admin

વડોદરાના ડભોઇ ખાતે આવેલ હરિહર આશ્રમ ખાતેથી ડભોઈ દર્ભાવતી કાવડ યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો

admin

વર્લ્ડ હેરિટેજ ડે પર વડોદરાનું રેલ્વે મ્યુઝિયમ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે

admin

Leave a Comment