36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં છેડતીની ચોંકાવનારી ઘટના : નાની દીકરી સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ

વડોદરા શહેરમાં છેડતીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. Polo Ground નજીક આવેલી Rajdeep Society વિસ્તારમાં એક નાની દીકરી સાથે છેડતી કર્યાનો આક્ષેપ સ્થાનિક દુકાન સંચાલક પર કરવામાં આવ્યો છે.

માહિતી મુજબ દીકરી ઘરનો સામાન લેવા માટે નજીકની દુકાને ગઈ હતી. તે દરમિયાન દુકાન ચલાવતા અંદાજે 80 વર્ષીય આધેડ વ્યક્તિએ દીકરી સાથે અયોગ્ય વર્તન કરી છેડતી કરી હોવાનું જણાવાઈ રહ્યું છે.

દીકરી ઘરે પરત આવી માતાને સમગ્ર ઘટના જણાવતાં પરિવારે તરત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિકોમાં એવી ચર્ચા પણ છે કે લોકોએ આરોપીને પકડી મેથીપાક ચખાડ્યો હતો, પરંતુ ત્યારબાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Related posts

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહારકતદાન શિબિરનું આયોજન

admin

વડોદરા ના તાંદલજા વિસ્તારના યોગી કુટીર ટેનામેન્ટ માં આવેલ યોગેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં કોઈ જાનવર નો કપાયેલો પગ જોવા મળ્યો

admin

વડોદરા શહેર પવન પાસે આવેલ બોમ્બે પંજાબી ખાના હોટેલ ખાતે બાળ મજુરી કરાવતા હોટલ માલિકની એન્ટ્રી વુમન ટ્રાફિક યુનિટ વડોદરા દ્વારા હોટલ માલિકની અટક કરવામાં આવી…

admin

Leave a Comment