વડોદરા ના તાંદલજા વિસ્તારના યોગી કુટીર ટેનામેન્ટ માં આવેલ યોગેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં કોઈ જાનવર નો કપાયેલો પગ જોવા મળ્યો હતો આ કપાયેલો પગ સ્થાનિકો ની નજરમાં આવતાની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા ની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ જાનવરના પગને રિકવર કરી એફ એસ એલ રિપોર્ટ માટે તપાસમાં મોકલી આપવામાં આવ્યો હતો અને સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકર્તા ઓને જાણ થતાં તે લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા

