Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

લોકોએ સાવચેતી રાખવી, રહેણાંક વિસ્તારોમાંથી ઝેરી સાપ અને પાટલા ઘોનું રેસ્ક્યું

વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી 2 સાપ અને 1 પાટલા ઘોનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગોત્રી વિસ્તારમાં આવેલ મારુતિ ધામ સોસાયટીમાં રસોડામાંથી ઝેરી રસેલ્સ વાઇપરનું રેસક્યુ કરવામાં આવ્યું હતું. તેમજ હરિઓમ નગર પાણીની ટાંકી સામે ખાતે બાઈકમાંથી કેટ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જ્યારે બહુચરાજી વિસ્તારમાં આવેલ માળી મહોલ્લા ખાતેથી 4 ફૂટની પાટલા ઘોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આમ ચોમાસાની ઋતુમાં સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી ચડતા સતત રેસ્ક્યુ કરી સહી સલામત વન વિભાગને સોંપવામાં આવી રહ્યા છે.

Related posts

વડોદરામાં દુષ્કર્મનો ભોગ બનેલી એક લાચાર મહિલા પાસેથી પોલીસે દોઢ લાખ રૂપિયા નો તોડ કરી લેતા ખાખી પર કલંક લાગ્યું

admin

સગીર વયની બાળકીના લવ જેહાદના મામલે હિન્દુ સંગઠનો મેદાનમાં આવ્યા

admin

નર્મદા વસાહતના વિકાસ મુદ્દે રાજકારણ ગરમાયું: મધુ શ્રીવાસ્તવે ધારાસભ્ય પર પ્રહાર કર્યો

admin

Leave a Comment