વડોદરા શહેર માંથી નોકરી જતા નોકરિયાતો શહેરની બહારના ભાગે હાઇવે બ્રિજ નીચે પોતાના મોટરસાયકલ પાર્ક કરીને જતા હોય છે. આવી મોટર સાયકલની ચોરી કરનાર ટોળકીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ 19 જેટલી ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડી હતી. આ મોટરસાયકલ ચોર હાઈવે પાસે પાર્ક કરેલી મોટર સાયકલ ચોરી કરીને રાજસ્થાન મોકલી આપતા હતા. જ્યારે પોલીસને કુલ 19 જેટલા વાહન ચોરીના ગુનાને શોધી કાઢવામાં સફળતા મેળવી છે.
વડોદરા શહેરથી જિલ્લામાં આવેલા ઉદ્યોગો તેમજ કોર્પોરેટ કંપનીઓમાં નોકરી કરવા જતા નોકરીયાતો કેટલાક પીક અપ જંક્શન પર પોતાના વાહનો પાર્ક કરતા હોય છે.અમિત નગર સર્કલ, એરપોર્ટ સર્કલ, કપુરાઈ ચોકડી,આજવા ચોકડી જેવા અનેક સ્થળે ટુવિલર વાહન પાર્ક કરીને તેઓ નોકરીએ જવા માટે બસનો ઉપયોગ કરતા હોય છે. આખો દિવસ પડી રહેતી મોટરસાયકલ સાંજે તેઓ નોકરીએથી પરત આવીને ઘરે લઈ જતા હોય છે. આવા સમયે વાહન ચોરી કરવા માટે ટેવાયેલા તત્વો લને બિનવારસી પડેલી મોટરસાયકલ ચોરી કરવાની તક મળી જાય છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે,અજબડી મિલ પાસે નિતેશ કચુભાઇ ડામોર તેમજ ઈશ્વરલાલ રામચંદ્ર કટારા એમ બે વ્યક્તિઓ ચોરીની મોટરસાયકલ લઈને પસાર થનાર છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને બંનેને રોકીને પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન તેઓ મોટરસાયકલની માલિકીના દસ્તાવેજો પોલીસને રજૂ કરી શક્યા ન હતા.
પોલીસ તપાસમાં ગોળ ગોળ જવાબ આપતા બંને મોટરસાયકલ ચાલકોની પોલીસે અટકાયત કરીને ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી

