Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

માંજલપુરમાં સ્વચ્છતા ઝુંબેશ, દબાણ હટાવાયું; ઈ-ટોયલેટ ઝડપથી કાર્યરત કરવાની ખાતરી

વડોદરા શહેરમાં સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે મહાનગરપાલિકા દ્વારા દક્ષિણ ઝોનમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. Arun Mahesh Babu ની હાજરીમાં Manjalpur વિસ્તારના વોર્ડ નંબર 17માં આવેલ મસિયા તળાવ પાસે વનડે વન રોડ અભિયાન હેઠળ માર્ગો પરથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

ઝુંબેશ દરમિયાન રસ્તાઓની સાફ-સફાઈ, ડિવાઈડરોની સફાઈ તેમજ ટ્રાફિકને સરળ બનાવવા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે દક્ષિણ ઝોનના વોર્ડ ઓફિસર, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તેમજ Mangesh Jaiswal સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

આ દરમિયાન શહેરમાં સ્થાપિત ઈ-ટોયલેટ અંગે પણ ચર્ચા થઈ હતી. કેટલાક વિસ્તારોમાં ઈ-ટોયલેટ બંધ હાલતમાં હોવાના મુદ્દે મ્યુનિસિપલ કમિશનરે નોંધ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓએ વ્યક્તિગત રીતે મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી છે અને ઈ-ટોયલેટની નિયમિત ચકાસણી કરી તેને સ્વચ્છ અને કાર્યરત રાખવા સૂચનાઓ આપવામાં આવી છે.

કમિશનરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે શહેરના તમામ ઈ-ટોયલેટ વહેલી તકે સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવશે અને નાગરિકોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Related posts

૩૧માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા વડોદરા શહેર પોલીસ એકશન મોડમાં

admin

વડોદરામાં ₹7.15 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, 4 સભ્યોની ગેંગ ઝડપાઈ

admin

પઠ્ઠાના ખાલી બોક્ષની આડમાં દારૂની હેરાફેરી !

admin

Leave a Comment