Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ નજીક આવેલ રોડ પર મહિલાનો હાઈ વોલ્ટેજ ડ્રામા

વડોદરા શહેરના Sir Sayajirao General Hospital નજીક રોડ ઉપર એક મહિલાએ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ મહિલા નશાની હાલતમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. મહિલાએ જાહેર રસ્તા પર હોબાળો મચાવતા આસપાસના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું.

ઘટનાની જાણ થતા 112 ઇમર્જન્સી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પરિસ્થિતિ બેકાબૂ બનતા સ્થાનિક પોલીસનો કાફલો પણ બોલાવવામાં આવ્યો હતો.

પોલીસે ભારે સમજાવટ બાદ મહિલાને કાબૂમાં લીધી હતી અને ત્યારબાદ તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવને કારણે આસપાસના વિસ્તારમાં ભારે ભીડ જામી ગઈ હતી તેમજ થોડા સમય માટે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

https://youtube.com/shorts/LMCEwMo2_U0?feature=share

Related posts

વડોદરા શહેર ‘ભુવા શહેર’…!

admin

સાવલી તાલુકાની ગ્રામપંચાયતની ચૂંટણીમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો

admin

વડોદરા વન વિભાગ તથા સંસ્કૃતમાં વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment